Video: ભાજપ નેતાઓએ રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર

ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના કમલમ ખાતે યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આક્ષેપ કરાયા હતા..ભાજપે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી એસઆઈઆર મુદ્દે યુવાનોને ભડકાવીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા યુવા મોરચાની ટીમને કામે લગાડવામાં આવી છે, જે અંતર્ગત દરેક વિધાનસભામાં યુવા સંવાદ યોજવામાં આવશે. કાર્યકરો શાળાઓ અને કોલેજોમાં જઈને એસ.આઈ.આર. મુદ્દે યુવાનોને સાચી સમજણ આપશે અને આ અંગે વિશેષ કાર્યક્રમો યોજીને યુવા મોરચાના કાર્યકરો સીધા યુવાનો વચ્ચે રહીને સક્રિય કામગીરી કરશે.
જાહેરાત






