ગુજરાતના ગામેગામ ATS-SOGની તપાસ, માછીમારીની સિઝનમાં મદદગારોને ઓળખવા ઝૂંબેશ

સોર્સ : gstv
એરંડામાંથી રાઈઝીન ઝેર બનાવી એકસાથે અસંખ્ય લોકોને ખાવા-પીવામાં આપીને આતંક મચાવવાના નવા પ્રકારનો ટેરર પ્લાન હોય કે બોમ્બ વિસ્ફોટ કરીને નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવાના કાવતરાને ATSએ નિષ્ફળ બનાવ્યું છે, તો બીજી તરફ હવે આતંકને નેસ્તોનાબૂદ કરવાની કડક સૂચના આપી પોલીસને પૂર્ણરૂપે કરાઈ છે.
ATS, SOGની ટીમો થઈ સક્રિય
ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજ્યના દરિયાકાંઠા અને એકાંતવાળી જમીનની સરહદોનો ઉપયોગ ઘુસણખોરી કે પછી વિસ્ફોટકો કે વાંધાજનક વસ્તુઓ ઘુસાડવા થઈ શકે છે. આ વર્ષે આતંકી જૂથનો પર્દાફાશ કરવાનો પ્રારંભ કરનાર ગુજરાત ATSની ટીમ NIAની સાથેજ અન્ય રાજ્યો અને SOG સાથે સતર્ક અને સક્રિય બની છે. ગુજરાતના ગામેગામ SOGની ટીમો સાથે જ સ્થાનિક પોલીસને સતર્ક કરીને ચેકિંગ હાથ ધરાયું છે.

