Gandhinagar: શેરથા ટોલ ટેક્સ પર ATS ની મોટી કાર્યવાહી, કારમાંથી કરોડોનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ગાંધીનગર નજીકના હાઇવે પર એક મોટી અને ચોંકાવનારી કાર

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ગાંધીનગર નજીકના હાઇવે પર એક મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ATS ની ટીમે શેરથા ટોલ ટેક્સ પાસે એક કારને આંતરીને તેની તલાશી લીધી હતી.
તલાશી દરમિયાન, કારમાંથી શંકાસ્પદ પાઉડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પાઉડર મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.
ATS દ્વારા તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા શંકાસ્પદ પાઉડરની ખરાઈ કરવા અને તેનું ચોક્કસ પ્રમાણ જાણવા માટે એફએસએલ (FSL - Forensic Science Laboratory) ની મદદ લેવામાં આવી રહી છે.
આ કાર્યવાહીથી ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ATS ની ટીમ હવે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું, તેમજ આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.






