મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષના સભ્યોએ હલ્લાબોલ કર્યો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે વિરોધ પક્ષના સભ્યોએ રાજ્ય સ

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં વિરોધ પક્ષના સભ્યોએ હલ્લાબોલ કર્યો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે વિરોધ પક્ષના સભ્યોએ રાજ્ય સરકારને વિવિધ મુદ્દે રજૂઆત બાદહલ્લાબોલ કર્યો હતો. વિરોધ પક્ષના સભ્યોએ વિધાનસભા સત્રનું લાઈવ પ્રસારણ કરવા અને ગૃહની કામગીરીનો રિપોર્ટ મીડિયા સમક્ષ મૂકવામાં આવે 
તેવી રજૂઆત બાદ હોબાળો કર્યો હતો. 


વિધાનસભામાં કોંગ્રેસે એવી રજૂઆત કરી હતી કે, સરકારના મનમાં ખોટ ન હોય તો તાત્કાલિક લાઈવ પ્રસારણ કરવામાં આવે, દેશના કુલ 28 રાજ્યમાં આવેલી વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે. જ્યારે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું આજદિન સુધી કોઈ લાઈવ પ્રસારણ કરવામાં નથી આવતું. વિધાનસભામાં કોંગ્રેસે જનતાના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા તેનું લાઈવ કવરેજ નથી થયું. આ અંગે વિરોધ પક્ષના સભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પણ રજૂઆત કરી છે.

વિરોધ પક્ષે વિધાનસભાની લાઈવ કવરેજની માંગ ઉઠાવી

ગુજરાત વિધાનસભા લોકશાહીનું મંદિર છે, લોકોનાં ટેક્સમાંથીવિધાનસભઆનો ખર્ચ ભોગવવામાં આવે છે. ઉપરાંત તમામનો પગાર ગુજરાતની પ્રજાના ટેક્સથી કરવામાં આવે છે. રાજ્યમાં બજેટનો યોગ્ય ઉપયોગ, જનતાની વિવિધ સમસ્યાને રજૂઆત માટેવિધાનસભાનું લાઈવ કવરેજ કરવા કોંગ્રેસના સભ્યોએ માંગ ઉઠાવી હોબાળો કર્યો હતો. રાજકોટમાં સીસીટીવી સોશિયલ મીડિયાથી અંગત રીતે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. લોકોની અંગત વિગત પણ સલામત નથી હોવાનું વિરોધ પક્ષના સભ્યોએ માંગ ઉઠાવી હતી. 

આ સમાચાર શેર કરો