મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગરમાં પીએમ મોદીએ પ્રદેશ ભાજપ કાર્યાલય પર સીએમ ભુપેન્દ્ર પટેલ, પાટીલ સહિતના નેતાઓ સાથે કરી બેઠક

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્ય

ગાંધીનગરમાં પીએમ મોદીએ પ્રદેશ ભાજપ કાર્યાલય પર સીએમ ભુપેન્દ્ર પટેલ, પાટીલ સહિતના નેતાઓ સાથે કરી બેઠક

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ  ચૂક્યું છે. આજે વડાપ્રધાન મોદીએ ડીસા અને હિંમતનગરમાં જનસભા સંબોધી,આવતીકાલે 2જી મેના રોજ પીએમ મોદી આણંદ, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ભાજપની વિજય વિશ્વાસ જનસભાને સંબોધશે. આજે પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કરવાના છે. 

પીએમ મોદી હિંમતનગર ખાતે સભા પુરી કરીને બાયરોડ ગાંધીનગર આવ્યાં હતા. ગાંધીનગર આવ્યા બાદ પીએમ મોદી રાજભવન ગયા હતા અને ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સાથે રાખીને કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સી.આર.પાટીલ, હર્ષ સંઘવી સહિતના પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક કરી.

આ સમાચાર શેર કરો