મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સંખેડાના મહાદેવ મંદિરને નદીના પૂરથી બચાવવા આંદોલન, લોકોએ રામધૂન બોલાવી, આવતીકાલે બંધનું એલાન

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે નદીના પૂરના પાણી

સંખેડાના મહાદેવ મંદિરને નદીના પૂરથી બચાવવા આંદોલન, લોકોએ રામધૂન બોલાવી, આવતીકાલે બંધનું એલાન

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગે નદીના પૂરના પાણીથી ધોવાણ થાય છે. જેથી પ્રોટેક્શન વોલ બનાવવા માટે સરકારી અધિકારીઓને અને ચૂંટાયેલી પાંખના નેતાઓને રજૂઆત કરીને થાકેલા લોકો આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. સંખેડાના પોલીસ સ્ટેશન ચોકડી પાસે  શિવભકતોએ તંત્રના કાને અવાજ પહોંચે તે માટે રામધૂન બોલાવી હતી. જ્યારે આવતી કાલે તંત્રના વિરોધમાં સંખેડા બંધનું એલાન કરાયું છે. 

આ પણ વાંચોઃ VIDEO: છોટાઉદેપુર પંથકમાં બે દીપડા વચ્ચે લડાઈ, એક કુવામાં પડતાં કરાયું દિલધડક રેસ્ક્યું

લોકો રજૂઆતથી થાક્યા

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ઉચ્છ નદી અને ઓરસંગ નદીના સંગમ ઉપર શિવ મંદિર આવેલુ છે. ત્યારે આ મંદિરનો બે વર્ષ પહેલાં પાછળનો ભાગ ધોવાતા તેની પ્રોટેક્શન વોલ બનાવવા માટે તંત્રના અધિકારીઓને અને નેતાઓને રજૂઆત કરીને થાકેલા ભક્તો અને ગ્રામજનો તંત્ર સામે મેદાને પડતાં ખળભળાટ મચી ગયો છે. લોકોનો આક્ષેપ છે કે, ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના જિલ્લા પંચાયત ભાજપની તમામ લોકોને ચુંટણીમાં ખોબલે ખોબલે મત આપ્યા અને જીત પણ‌ અપાવી હતી તેમ લોકોનું કહેવું છે.

બે વર્ષથી અપાય છે વચન

નેતાઓ બે વર્ષથી ઠાલા વચનો પ્રોટેક્શન વોલ બનાવવા માટે આપે છે. જેને લઇને આંદોલન નો માર્ગ અપનાવ્યો છે. તંત્ર નહિ જાગે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરીશું અને નેતાઓનો ઘેરાવો પણ કરીશું તેવું લોકોએ જણાવ્યું હતું. જ્યારે સરકાર વિકાસના નામે કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે. ત્યારે મંદિરની પ્રોટેક્શન વોલની ગ્રાન્ટ કેમ ફાળવાતી નથી તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો