મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેરળથી સુરતમાં ખરીદી કરવા આવેલા દંપતિનો માળો વિખાયો, હોટલની લિફ્ટના પેસેજમાં સાતમાં માળેથી પટકાતા પતિનું મોત

સુરતમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા માટે દેશભરમાંથી લો

કેરળથી સુરતમાં ખરીદી કરવા આવેલા દંપતિનો માળો વિખાયો, હોટલની લિફ્ટના પેસેજમાં સાતમાં માળેથી પટકાતા પતિનું મોત

સુરતમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા માટે દેશભરમાંથી લોકો આવતા હોય છે. ત્યારે કેરળથી એક દંપતિ ખરીદી માટે આવ્યુ હતુ. તેમણે રાત્રિ રોકાણ રીંગ રોડ પર આવેલી ટેક્સ પ્લાજો હોટલમાં કર્યું હતું. જોકે 45 વર્ષીય પુરુષ રાત્રીના સમયે લિફ્ટનો દરવાજો ખોલતા જ સાતમા માળેથી પટકાતા મોતને ભેટ્યા હતા. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પત્નીના રડી રડીને બેહાલ થયા હતાં.

લિફ્ટ વગર દરવાજો ખુલ્યો

કેરળના કોટ્ટાયમ જિલ્લામાં રહેતા રણજીત બાપુ તેની પત્ની ફેશન ડિઝાઈનર હોવાથી ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા. આ દરમિયાન રાત્રે રોકાણ તેમણે રીંગરોડ ખાતે આવેલી ટેક્સ પ્લાઝો હોટલમાં કર્યો હતો. ત્યારે રાત્રિના સમયે રણજીત બાબુ બહાર નીકળવા લિફ્ટનો ઉપયોગ કરતા હતા. એ દરમિયાન લિફ્ટ ઉપરના મળે જતી રહી અને દરવાજો ખુલી જતા તેઓએ પગ લિફ્ટના પેસેજમાં મુકતા જ નીચે ફટકાયા હતા. અને મોતને ભેટયા હતા.

હોટલ મેનેજમેન્ટની બેદરકારી

પતિને ગુમાવનાર મહિલાની વ્હારે કેરેલીયન સમાજના લોકો આવી ગયા હતા. જેમાં સંજય ઇઝાવાએ કહ્યું કે, મૃતક રણજીત બાબુને બે સંતાન છે. જેમાં એક પાંચમાં અને બીજો સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. હોટલની બેદરકારીના કારણે આ સમગ્ર દુર્ઘટના ઘટી છે. લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાને આશંકા મેનેજમેન્ટને હોવા છતાં પણ લિફ્ટ રીપેર ન કરી હોય તેવું સામે આવ્યું છે. હાલ હોટલ મેનેજમેન્ટ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. જેથી હોટલ મેનેજમેન્ટની બેદરકારી સમગ્ર કિસ્સામાં હોય તેવું સામે આવી રહ્યું છે. જેથી આગામી સમયમાં કાયદેસરને કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો