મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PSI-LRD ભરતી મામલે મોટી અપડેટ, આ તારીખથી કરી શકાશે અરજી

રાજ્યમાં PSI અને લોકરક્ષક ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામ

PSI-LRD ભરતી મામલે મોટી અપડેટ, આ તારીખથી કરી શકાશે અરજી

રાજ્યમાં PSI અને લોકરક્ષક ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.  આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન PSI અને લોકરક્ષક ભરતીના ફોર્મ ભરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી અપડેટ આપી છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા નવી CBRT પરીક્ષા પદ્ધતિથી નહીં પરંતુ OMR લેખિત પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લેવાશે. 

તમને જણાવી દઈએ કે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો