મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Morbi: જમવાના પૈસાની માથાકૂટમાં મિત્રોએ જ મિત્ર પર ટાઇલ્સ અને નળિયાના ઘા ઝીંક્યા; યુવકનું સારવાર દરમિયાન મોત

મોરબી શહેરના રફાળેશ્વર ચોકડી પાસે ગત 4 માર્ચના રોજ બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર

મોરબી શહેરના રફાળેશ્વર ચોકડી પાસે ગત 4 માર્ચના રોજ બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. નજીવી બાબતે મિત્રો વચ્ચે શરૂ થયેલી બોલાચાલી લોહિયાળ જંગમાં પરિણમી હતી, જેમાં 33 વર્ષીય યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી છે.

મૃતક ભરત ઉર્ફે જેડી અને તેના મિત્રો પ્રદીપ તથા ગોપાલ વચ્ચે જમવાના પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. વાત એટલી વણસી ગઈ હતી કે બંને મિત્રોએ આવેશમાં આવીને ભરત પર જીવલેણ હુમલો કર્યો હતો.

ઝઘડા દરમિયાન ગોપાલ નામના શખ્સે ભરતના ખભા પર નળિયાનો જોરદાર ફટકો માર્યો હતો. જ્યારે પ્રદીપ નામના શખ્સે અત્યંત ક્રૂરતા દાખવી તીક્ષ્ણ ટાઇલ્સનો ઘા ભરતના પેટના ભાગે ઝીંકી દીધો હતો. આ હુમલામાં ભરત લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.

ગંભીર રીતે ઘાયલ થયેલા ભરત ઉર્ફે જેડીને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

આ સમાચાર શેર કરો