મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરામાં સફાઈ સેવકો સાથે મોટો દગો? VMCમાં કાયમી કરવાની લાલચ આપી સફાઈ કરવા બોલાવાયા

Vadodara News : વડોદરમાં પૂરના પાણી ઓસર્યા પછી સરકારે યુદ્ધના ધોરણે વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવા માટે ભાર મૂકયો છે, ત

VIDEO : વડોદરામાં સફાઈ સેવકો સાથે મોટો દગો? VMCમાં કાયમી કરવાની લાલચ આપી સફાઈ કરવા બોલાવાયા

Vadodara News : વડોદરમાં પૂરના પાણી ઓસર્યા પછી સરકારે યુદ્ધના ધોરણે વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવા માટે ભાર મૂકયો છે, ત્યારે વરવી વાસ્તવિકા સામે આવી છે, જેમાં સફાઈ સેવકોમાં નારાજગી બહાર આવી છે અને 100 કરતા વધુ સફાઈ સેવકો સફાઈ કરવાનો ઇનકાર કરી રહ્યાં છે.

આ સેવકોને અમદાવાદ મહાનગરપાલિકાની કોટીઓ પહેરવીને વડોદરામાં સફાઈકામ કરાવવામાં આવી રહ્યું છે, અને આ સફાઈ સેવકોને વડોદરા મહાનગરપાલિકાની કાયમી નોકરી મળશે તેવી લાલચ આપી ને લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાયું છે.

સફાઈ સેવકોને કાયમી અથવા  રોજમદારીથી  નોકરી મળશે તેવી આશા હતી. વડોદરાના આજવા રોડ પર ખાનગી સ્થળો પર સફાઈ કરીને પેટિયું રળતા હતા આ લોકોને વડોદરા મહાનગરપાલિકાઆ સત્તાધીશોએ છેતર્યા હોવાની વાત સામે આવી રહી છે.  આ નિર્દોષ અને ગરીબ સફાઈ સેવકો સાથે કોણે રમત રમી એ મોટો સવાલ છે. જુઓ સફાઈ સેવકની વેદના - 

આ સમાચાર શેર કરો