VIDEO:ફ્લેટ આપવાના બહાને લાખોની છેતરપિંડી, મહિલા સિંગરે પોલીસનો દરવાજો ખખડાવ્યો
નારણપુરા વિસ્તારમાં એક મહિલા સિંગર સાથે લાખો રૂપિયાની છેતરપિં


નારણપુરા વિસ્તારમાં એક મહિલા સિંગર સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા સિંગરે બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ વિરુદ્ધ ₹૨૮ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. આ બિલ્ડરોએ નારણપુરાની 'સત્યમ સ્કાય લાઇન' ફ્લેટની સ્કીમમાં ફ્લેટ આપવાના બહાને વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન મહિલા પાસેથી ₹૩૨ લાખ મેળવ્યા હતા. જો કે, લાંબો સમય વીતવા છતાં બિલ્ડરોએ ફ્લેટ આપ્યો ન હતો. ભારે ઉઘરાણી બાદ બિલ્ડરે ₹૪ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના ₹૨૮ લાખ ન આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નારણપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




