યુવા ક્રિકેટર્સ માટે ફ્રેન્ચાઈઝ ઈન્ડિયા ટેલેન્ટ દર્શાવવા માટે ઉત્તમ પ્લેટફોર્મ
એશિયાની અગ્રણી ફ્રેન્ચાઇઝ અને એસએમઇ સોલ્યુશન્સ કંપની ફ્રેન્ચાઇઝઇન્ડિયા.કોમ
એશિયાની અગ્રણી ફ્રેન્ચાઇઝ અને એસએમઇ સોલ્યુશન્સ કંપની ફ્રેન્ચાઇઝઇન્ડિયા.કોમ લિમિટેડ એ બિગ ક્રિકેટ લીગ અને એમપી ટાઇગર્સ સાથે રોમાંચક ભાગીદારીની જાહેરાત કરી છે, જે સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું અને ઉદયતા ખેલાડીઓ માટે નવીન મંચો પ્રદાન કરવાનો દ્રઢ સંકલ્પ દર્શાવે છે. આ સહયોગથી આશાસ્પદ ક્રિકેટરોને કુશળ વ્યાવસાયિકો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન્સ સાથે પોતાનું કૌશલ્ય રજૂ કરવાની મજબૂત તક મળશે.
આ પહેલ ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અને તે ફ્રેન્ચાઇઝ ઈન્ડિયાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે, જેમ કે બિગ ક્રિકેટ લીગ વ્યાવસાયિક અને શોખીન ક્રિકેટરો વચ્ચેનો ગેપ દૂર કરે છે.છેલ્લા 26 વર્ષથી ફ્રેન્ચાઇઝ ઈન્ડિયા ભારતમાં ઉદ્યમશીલતા અને આર્થિક વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સ્થાનિક બિઝનેસને તેમના વ્યાપને વિસ્તરિત કરવામાં મદદ કરવું અને વ્યક્તિગત આકાંક્ષાઓને સાકાર કરવામાં ટેકો આપવું એ ફ્રેન્ચાઇઝ ઈન્ડિયાની પ્રાથમિકતા રહી છે.
સચિન માર્યાએ કહ્યું, અમે બિગ ક્રિકેટ લીગમાં સૌથી પ્રોમિસિંગ ફ્રેન્ચાઇઝ એમપી ટાઇગર્સને સપોર્ટ કરવા માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ. ફ્રેન્ચાઇઝ ઈન્ડિયામાં, અમે હંમેશા નવી ઈન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટીઝ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપતી પહેલનું સમર્થન કર્યું છે. એમપી ટાઇગર્સ બિગ ક્રિકેટ લીગ 2024માં પોતાનો દબદબો કાયમ રાખવા માટે તૈયાર છે. ક્રિકેટ લેજેન્ડ યુસુફ પઠાણ તેમની આગેવાની કરી રહ્યા છે, જ્યારે ટીમમાં સ્ટુઅર્ટ બિન્ની, નમન ઓઝા અને પવન નેગી જેવા અનુભવી ખેલાડીઓ ટીમની શક્તિમાં વધારો કરી રહ્યા છે.






