મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલ / ચાર યુવાનોના ઘટનાસ્થળે મોત, ગુંદાળા ચોકડી પર બે કાર વચ્ચે ટક્કર

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અ

ગોંડલ / ચાર યુવાનોના ઘટનાસ્થળે મોત, ગુંદાળા ચોકડી પર બે કાર વચ્ચે ટક્કર

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયનાક હતો કે બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર યુવકના મોત થયા હતા.

રાજકોટથી ધોરાજી તરફ જઇ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફ આવી રહેલી કાર સાથે ધડકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને કારના કચ્ચરઘાણ વળી ગયા હતા.

 બે યુવાન ગોંડલના અને બે યુવાન ધોરાજીના

ઘટનાની જાણ થતાં જ પોલીસ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માતે ગુનો નોંધીને આગળ તપાસ વધારી હતી.  મળતા અહેવાલ પ્રમાણે અકસ્માતમાં મૃત પામેલા યુવકોમાંથી  બે યુવાન ગોંડલના અને બે યુવાન ધોરાજીના હોવાનું સામે આવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે બન્ને કાર સ્પીડમાં હોવાને કારણે ટક્કર સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.


બે દિવસ પહેલા પણ ગોંડલ હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો. જેમાં એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી.અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચી અને અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

આ સમાચાર શેર કરો