Video: આબુ રોડમાં ચાર યુવકોએ પોલીસ કોન્સ્ટેબલ પર ધારદાર છરી વડે કર્યો હુમલો, પોલીસે તમામને દબોચ્યા
બનાસકાંઠાનાં અમીરગઢને અડીને આવેલા આબુ રોડમાં ચાર યુવકોએ પોલીસ કોન્સ્ટેબલ પર ધારદાર છર

બનાસકાંઠાનાં અમીરગઢને અડીને આવેલા આબુ રોડમાં ચાર યુવકોએ પોલીસ કોન્સ્ટેબલ પર ધારદાર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસકર્મીના હાથ અને ખભાના ભાગે ઇજાઓ પહોંચી
પ્રાપ્ત માહિતી મુજબ આબુ રોડ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારમાં દિવાળી નિમિત્તે થયેલી ભીડને દૂર કરનાર પોલીસ કોન્સ્ટેબલ પર ચાર યુવકોએ ધારદાર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલામાં પોલીસકર્મીના હાથ અને ખભાના ભાગે ઈજાઓ પહોંચાડી યુનિફોર્મને ફાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસકર્મી ઓમપ્રકાશ દ્વારા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજના આધારે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.




