મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: રામોલમાં ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી યુવકનું કર્યું અપહરણ, ઢોરમાર મારી પોલીસ સ્ટેશનની સામે ફેંકી દીધો

રામોલ વિસ્તારમાં ચાર શખ્સોએ યુવકના ઘરમાં ઘુસી અપહરણ કરી ઢોર માર્યો હતો. એટલું જ નહીં રામોલ પોલીસ સ્ટેશન નજીક ફેંકીને

અમદાવાદ: રામોલમાં ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી યુવકનું કર્યું અપહરણ, ઢોરમાર મારી પોલીસ સ્ટેશનની સામે ફેંકી દીધો

રામોલ વિસ્તારમાં ચાર શખ્સોએ યુવકના ઘરમાં ઘુસી અપહરણ કરી ઢોર માર્યો હતો. એટલું જ નહીં રામોલ પોલીસ સ્ટેશન નજીક ફેંકીને જતા રહ્યા હતા. આ મામલે યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વસ્ત્રાલ નજીક આવેલી રાધિકાપાર્ક રહેતા યુવકનું રામોલમાં રહેતા સંગ્રામસિંહ સાથે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને સંગ્રામસિંહ સહીત ચાર શખ્સોએ ઘરમાં ઘૂસી ગયા હતા. અને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. 

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

તેમજ ચારેય શખ્સોએ યુવકને રામોલ પોલીસ સ્ટેશન નજીક ફેંકીને જતા રહ્યા હતા. જોકે, ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો