Video: કચ્છના સરક્રીકમાં BSFએ ભારતીય જળસીમામાંથી ચાર પાકિસ્તાની માછીમારો ઝડપાયા

કચ્છના સરક્રીક વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે કાર્યવાહી કરીને ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય જળસીમામાં પ્રવેશેલી ફાઇબરની માછીમારી બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. ઝડપાયેલા માછીમારોની ઓળખ કાદિર થાઇમોર, મુહમ્મદ મુસા, અઝગર થાઇમોર અને અહસાન જાટ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં ચારેય પાકિસ્તાનના સિંધ પ્રાંતના ચાચ જાન ખાન વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ચારેયની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.







