અરવલ્લી: બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન, બસમાં જ મુસાફરી કરતા હતા
Former MLA Ramsingh Solanki death in Bayad | બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમના નિધનથી

બાયડના પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીનું નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમના નિધનથી બાયડ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
છેલ્લા કેટલાક સમયથી પૂર્વ ધારાસભ્ય રામસિંહ સોલંકીની તબિયત સારી નહોતી. આજે તેમના માદરે વતન આમોદરા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. સાદુ જીવન વિતાવતા રામસિંહ સોલંકી સતત 4-4 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, તેઓ માત્ર 18 વર્ષની વયે બિનહરીફ સરપંચ બન્યા હતા.
ચાર ટર્મ સુધી ગાંધીનગર એસટી બસમાં જ જતા હતા
રામસિંહ સોલંકી 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેમણે 4 ટર્મ સુધી બાયડના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. રામસિંહ સોલંકી તેમની આગવી ઓળખના કારણે ખૂબ લોકપ્રિય હતા. તેઓ વર્ષ 1980, 1995 અને 2002માં કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 1985માં કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધવીને જીત્યા હતા. સતત ચાર ટર્મ જીત્યા હોવા છતાં તેમની પાસે મોબાઈલ કે કાર નહોતી. આ ઉપરાંત ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ માટે પૈસા પણ મતદારો ભેગા કરીને આપતા હતા. તેઓ હંમેશા બસમાં જ મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા.






