VIDEO: વલસાડના ગુંદલાવ હાઈવે અકસ્માતમાં વન અધિકારીનું મોત, વીજ થાંભલા સાથે અથડાઈ હતી કાર
વલસાડના ગુંદલાવ હાઈવે પર વીજ થાંભલા સાથે કાર અથડાતાં ચીખલી રેન્જના ફોરેસ્ટર હિમાંશુ પટેલનું અવસાન
વલસાડના ગુંદલાવ હાઈવે પર વીજ થાંભલા સાથે કાર અથડાતાં ચીખલી રેન્જના ફોરેસ્ટર હિમાંશુ પટેલનું અવસાન થયું છે. વલસાડ ખાતે રહેતા હિમાંશુ પટેલ રાનકુવા રેન્જ, ચીખલી ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ કારમાં ગુંદલાવ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમની કાર વીજ થાંભલા સાથે અથડાઈ હતી.
ઘટનાસ્થળેથી તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતના સમાચારથી વન વિભાગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.




