મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉમરગામના દેહરી ગામે તળાવમાં નહાવા પડેલા બાળકનું ડૂબી જવાથી મોત, ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામે તળાવમાં નહાવા પડેલા ત્રણ બાળકોમાંથી એક માસૂમનુ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામે તળાવમાં નહાવા પડેલા ત્રણ બાળકોમાંથી એક માસૂમનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે  ૧૧ થી ૧૨ વર્ષના ત્રણ મિત્રો તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન એક બાળક ઊંડા પાણીમાં ડૂબવા લાગતા, બાકીના બંને બાળકોએ ગભરાઈને તાત્કાલિક ઘરે ભાગી પરિવારને આ અંગે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તળાવમાં ભારે શોધખોળ હાથ ધરી હતી. અંતે ફાયરની ટીમને ૧૧ વર્ષના બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે..

આ સમાચાર શેર કરો