ગાંધીનગર: વન રક્ષક વિધાર્થીઓનું આંદોલન, માર્કસમાં ગોટાળો કર્યો હોવાનો ગંભીર આરોપ
રાજ્યના પાટનગરમાં વધુ એક આંદોલન શરૂ થયું છે. ગાંધીનગરમાં વન રક્ષક વિધાર્થીઓનું આંદોલન હાથ ધરવામા આવ્યું છે. ફોરેસ્ટ બીટ ગાર્

રાજ્યના પાટનગરમાં વધુ એક આંદોલન શરૂ થયું છે. ગાંધીનગરમાં વન રક્ષક વિધાર્થીઓનું આંદોલન હાથ ધરવામા આવ્યું છે. ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને લઈ મોટી સંખ્યામાં ઉમેદવારો સેકટર 11 ખાતે રામકથા મેદાનમાં ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે.
CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે
ઉમેદવારોએ છેલ્લા 1 અઠવાડિયાથી ભરતી પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા છે.મહત્ત્વનું છે કે ફોરેસ્ટની બીટ ગાર્ડની પરીક્ષા બાદ સીધા નામ જાહેર કરવામાં આવ્યા છે, જેને બદલે ફોરેસ્ટ ભરતીમાં નોરમલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારોના માર્કસ પ્રસિદ્ધ કરવાની માંગ કરવામા આવી છે.
ઓછા માર્ક વાળા વિદ્યાર્થીઓના નામ મેરીટમાં
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા કે ઓછા માર્ક વાળા જ વિદ્યાર્થીઓના નામ મેરીટમાં છે અને વધુ માર્કસ વિદ્યાર્થીઓના નામ મેરીટમાં નથી. ઉમેદવારોએ એ પણ આરોપ લગાવ્યો હતો કે જે pdf આવી એમાં માર્કસ એમને જણાવ્યા નથી.






