દાહોદ: વન વિભાગના અધિકારીએ ગોળી મારી કરી આત્મહત્યા, રિવોલ્વરનો અવાજ સંભળાતા પરિવાર દોડ્યો
દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ. પરમારે આજે સવારે પોતાના ઘરમ

દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ. પરમારે આજે સવારે પોતાના ઘરમાં જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે અચાનક રિવોલ્વરનો અવાજ સંભળાતા પરિવારજનો સહિત આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આપઘાતનું કારણ હજુ અકબંધ
મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે આજે વહેલી સવારે પોતાના ઘરમા જ ખાનગી રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હતો.
આપઘાતનું કારણ હજુ અકબંધ
આપઘાતનું કારણ હજુ અકબંધ છે. આ ઘટનાની જાણ દાહોદ પોલીસને થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી






