મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગેરનો મેળો નિહાળવા આવેલ વિદેશી સહેલાણી પોતાના ગ્રુપથી વિખૂટા પડ્યા, પોલીસે શોધી કરાવ્યો મેળાપ

છોટા ઉદેપુરમાં ગેરનો મેળો ઉજવાયો હતો જેમાં લાખો લોકોએ આ મેળાનો આનંદ લીધો હતો. કવાંટ

ગેરનો મેળો નિહાળવા આવેલ વિદેશી સહેલાણી પોતાના ગ્રુપથી વિખૂટા પડ્યા, પોલીસે શોધી કરાવ્યો મેળાપ

છોટા ઉદેપુરમાં ગેરનો મેળો ઉજવાયો હતો જેમાં લાખો લોકોએ આ મેળાનો આનંદ લીધો હતો. કવાંટમાં ઉજવાતો આ મેળો એ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓનો મેળો છે જે હોળીના તહેવાર પછી તરત કવાંટ ગામમાં યોજાય છે. આ મેળામાં બે વિદેશીઓ પણ આ મેળો નિહાળવા માટે આવ્યા હતા. જો કે તેમાંથી એક વિદેશી વયક્તિ તેમના ગ્રુપથી છુટા પડી ગયા હતા જેથી પોલીસે તેમને શોધી તેમના ગ્રુપ સાથે મેળાપ કરાવ્યો હતો.

કવાંટના મેળામાં ઢોલ સાથે અન્ય સંગીતના વાદ્ય સાથે ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતાં જોવા મળે છે. ભીલ આદિવાસીઓ સ્ત્રી-પુરુષો તેમના માથા પર મોરના પીંછાંની કલગી લગાવે છે અને તેના દ્વારા તેમનો પશુ- પક્ષીઓ પ્રત્યેનો પ્રેમભાવ રજુ કરે છે. એવામાં નેધરલેન્ડથી બે વૃદ્ધ સહેલાણીઓ આ મેળામાં આવ્યા હતા પરંતુ તેમાંથી એક પોતાના ગ્રુપથી પડ્યા હતા વિખૂટા પડી ગયા હતા. લાખોની ભીડ વચ્ચે પોલીસે શોધખોળ કરતા નસવાડી રોડ પરથી અમદરે મળી આવ્યા હતા. ગુમ થયેલ અમદરેને તેમના ગ્રુપ સાથે મેળાપ કરાવી છોટાઉદેપુર પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.

આ સમાચાર શેર કરો