ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની અવરજવર વધી, દેશમાં 7મા નંબરનું વ્યસ્ત એરપોર્ટ
ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ છે.

ગુજરાતમાં એક જ મહિનામાં 1.78 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ છે. એક જ મહિનામાં દેશના જે રાજ્યમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર નોંધાઇ હોય તેમાં ગુજરાત સાતમાં સ્થાને છે. જુલાઇ મહિનામાં અમદાવાદમાંથી 1.67 લાખ આંતરરાષ્ટ્રીય જ્યારે 11,344 ડોમેસ્ટિક મુસાફરોની અવરજવર હતી. સાત મહિનાના આ સમયગાળામાં દિલ્હીમાંથી સૌથી વધુ 17.19 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો નોંધાયા છે.
છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ
| એરપોર્ટ | ફ્લાઈટ | મુસાફરો |
| દિલ્હી | 9615 | 17.19 લાખ |
| મહારાષ્ટ્ર | 7830 | 13.09 લાખ |
| કેરળ | 6395 | 10.11 લાખ |
| કર્ણાટક | 3062 | 4.90 લાખ |
| તેલંગાણા | 2666 | 4.02 લાખ |
| પ.બંગાળ | 1776 | 2.06 લાખ |
| ગુજરાત | 1225 | 1.78 લાખ |
મળતી માહિતી અનુસાર,જુલાઇ મહિનામાં ગુજરાતના એરપોર્ટમાં 11.67 લાખ ડોમેસ્ટિક અને 1.78 લાખ આંતરરાષ્ટ્રીય એમ કુલ 13.45 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ હતી. જેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી જ 1.67 લાખ ઈન્ટરનેશનલ અને 8.33 લાખ ડોમેસ્ટિક મુસાફરોનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરો
| મહિનો | 2024 | 2023 |
| જાન્યુઆરી | 200199 | 160570 |
| ફેબ્રુઆરી | 175200 | 134688 |
| માર્ચ | 165359 | 140996 |
| એપ્રિલ | 164158 | 126775 |
| મે | 190040 | 152316 |
| જૂન | 181569 | 156371 |
| જુલાઈ | 167329 | 165623 |
| કુલ | 1243854 | 1037339 |
અમદાવાદ એરપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇમાં આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવરનો આંક વધીને 12.43 લાખ થયો છે. જેની સરખામણીએ વર્ષ 2023 જાન્યુઆરીથી જુલાઈમાં 10.37 લાખ મુસાફરો હતા. બીજી તરફ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવરનો આંક સાત મહિનામાં 63.01 લાખ થયો છે. જુલાઇ મહિનાની જ વાત કરવામાં આવે તો અમદાવાદથી 1,119 ઈન્ટરનેશનલ અને 6, 433 ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર હતી. જુલાઇમાં અમદાવાદથી 10 લાખથી વઘુ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ પ્રત્યેક દિવસે અમદાવાદ એરપોર્ટથી સરેરાશ 32,271 મુસાફરો અને 243 ફ્લાઇટની અવર-જવર નોંધાય છે.
જુલાઇ મહિના દરમિયાન ગુજરાતના અન્ય એરપોર્ટમાંથી વડોદરામાં 93,284, રાજકોટમાં 76,586 સુરતમાં 1.35 લાખ, ભુજમાં 13,571, દીવમાં 3090 મુસાફરોની અવરજવર હતી.






