Kutch: મુંદ્રા નજીક કરોડોનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી
મુંદ્રા પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. મુંદ્રા નજીક આવેલા ધ્રબ ગામની GIDCમાં દ

મુંદ્રા પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. મુંદ્રા નજીક આવેલા ધ્રબ ગામની GIDCમાં દરોડો પાડીને પોલીસે ગોડાઉન નંબર 33માંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અંગ્રેજી શરાબનો મોટો જથ્થો, હેરાફેરીમાં વપરાયેલું વાહન અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹2.11 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ટ્રક મારફતે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.રાજસ્થાનના અનિલ પાન્ડયા નામના વ્યક્તિએ દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. જે ગોડાઉનમાંથી આ જથ્થો ઝડપાયો છે, તે ગોડાઉન નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે. નરેન્દ્ર મકવાણા સહિત અન્ય ત્રણ આરોપીઓ આ કેસમાં વોન્ટેડ છે. જ્યારે 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. મુંદ્રા પોલીસે આ મામલે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



