જમણ માટે જાણીતા સુરતની નવરાત્રિમાં ઉભા કરાયા બનારસની થીમ પર ફૂડ સ્ટોલ, પીલરલેસ ડોમમાં ખેલૈયાને થશે સુરક્ષાનો અહેસાસ
સુરત શહેર દરેક તહેવારને અનોખી રીતે ઉજવવા માટે પ્રખ્યાત છે ત્યારે આવનાર

સુરત શહેર દરેક તહેવારને અનોખી રીતે ઉજવવા માટે પ્રખ્યાત છે ત્યારે આવનાર નવરાત્રી તહેવારને પણ સુરતી લાલાઓ અનોખી રીતે ગરબે રમવાના છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી 500 મીટર નજીકમાં વર્લ્ડ ક્લાસ ડેકોરેશનની સાથે વાયપીડી પિલર લેસ ડોમમાં નેક્સા એન્ટરટેનમેન્ટ દ્વારા રાસલીલા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બનારસી થીમ ઉપર આરસીસી ફ્લોરની સાથે ગાલીચા ઉપર ખેલૈયાઓ માતાજીના નોરતા ધામધૂમ પૂર્વક રમશે.
રાસલીલા નવરાત્રિ મહોત્સવ પીલર લેસ ડોમમાં ખેલૈયાઓને ગરબો રમાડવા જઈ રહ્યો છે. દરરોજ 6000થી વધારે ખેલૈયાઓની નવરાત્રિની મોજ માણી શકશે. ખાવા પીવાના શોખીન સુરતીઓ માટે બનારસી ગલી બનાવવામાં આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ બનારસ ગલીમાં બનારસના વિવિધ પ્રકારના ફૂડ સ્ટોલ મૂકવામાં આવ્યા છે. તે સાથે આકર્ષિત સેલ્ફી ઝોન ખેલૈયાઓ માટે બનાવવામાં આવ્યું છે.
પ્રિયંકા ખેર,મુકેશ ચૌધરી, કેવલ શાહ, મિરલ રાઠોડ, દેવ રાવલ ,કશ્યપ ટેવાણી, પ્રિયેશ હીરપારા આ રાસલીલા નવરાત્રીના મુખ્ય સંગીત કલાકારો રહેશે. જેમની ધૂન ઉપર ખેલૈયાઓ જુમી ઉઠશે. રોહિત દુધાત, જીગ્નેશ મિયાણી, હિરેન સાવલિયા અને અવધ નાથાણી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.3 થી 12 ઓક્ટોબર દસ દિવસ સુધી ખેલૈયાઓ અહીં રમશે. સાથે દરરોજ ખેલૈયો માટે સરપ્રાઈઝ ગિફ્ટ તેમજ વિજેતા થનાર ને ગિફ્ટ વાઉચર ની સાથે અનેક સરપ્રાઈઝ ઇનામ આપવામાં આવશે.






