VIDEO: ગોધરાના મંદિરના ભંડારા પર LPG અછતની પડી અસર, ભક્તોને પીરસવામાં આવતું ભોજન બંધ કરી દેવાયું!
LPG સિલિન્ડરની અછતને કારણે મંદિરોમાં ચાલતી પ્રસાદ સેવા પર માઠી અસર પડી છ
LPG સિલિન્ડરની અછતને કારણે મંદિરોમાં ચાલતી પ્રસાદ સેવા પર માઠી અસર પડી છે. પંચમહાલના ગોધરા સ્થિત શ્રી મહાપ્રભુજી બેઠક મંદિર દ્વારા મનોરથ સેવાઓ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. ભક્તોને પીરસવામાં આવતું ભોજન પણ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ અપાયો છે. મંદિર વહીવટી તંત્રે જાહેર સૂચના બહાર પાડી ભક્તોને સહકાર આપવા અપીલ કરી છે, જ્યારે આગામી ધાર્મિક કાર્યક્રમો પર પણ આ અછતની અસર પડવાની શક્યતા સેવાઈ રહી છે.


