Video: સુરેન્દ્રનગરમાં ફ્લાઈંગ સ્ક્વોડના દરોડા

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પોલીસ, એસટી વિભાગ અને આરટીઓ વિભાગે સંયુક્ત ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સરકારી વાહનોની આગળ વાહનો ચલાવી પેસેન્જરો ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોરાવરનગર, એસટી બસ સ્ટેન્ડ અને દુધરેજ નજીક અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કાર્યવાહી દરમિયાન ટ્રાવેલર્સ અને પેસેન્જર ભરતાં વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે. સરકારી વાહનોની આગળ પેસેન્જરો ભરવાની પ્રવૃત્તિ અંગે વારંવાર મળતી ફરિયાદોના આધારે તંત્રએ આ કામગીરી શરૂ કરી છે. સંયુક્ત ટીમોની કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.








