Anand: મહીસાગર નદીમાં ગેરકાયદે ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડની રેડ, ભૂમાફિયાઓમાં ફફડાટ
આણંદ જિલ્લાના વાસદ નજીક મહીસાગર નદીમાં છેલ્લા ઘણા સમયથી બેફામપણે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર આખરે ફ

આણંદ જિલ્લાના વાસદ નજીક મહીસાગર નદીમાં છેલ્લા ઘણા સમયથી બેફામપણે ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર આખરે ફ્લાઇંગ સ્ક્વોડે સપાટો બોલાવ્યો છે. વડોદરા અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે ઓપરેશન પાર પાડીને રેતી ખનન માટે વપરાતા કરોડો રૂપિયાના સાધનો જપ્ત કર્યા છે. જેમાં 5 હાઇવા, 3 હિટાચી મશીન, સહીત બાજ હોડીઓ અને ખનનનો સામાન જપ્ત કર્યો છે. જેના કારણે જિલ્લાના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા આણંદ જિલ્લાના તંત્રને જાણ કર્યા વગર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આટલા મોટા પાયે ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.



