મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-ગાંધીનગરનો માર્ગ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યો, ભક્તો પર ડ્રોનથી પુષ્પવર્ષા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી 4 હજાર કાવડોએ પદ યાત્રા કરી હતી. આજે કાવડ યાત્રાનો પ્રારંભ

VIDEO: અમદાવાદ-ગાંધીનગરનો માર્ગ 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજ્યો, ભક્તો પર ડ્રોનથી પુષ્પવર્ષા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી 4 હજાર કાવડોએ પદ યાત્રા કરી હતી. આજે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાવડ યાત્રામાં સામેલ ભક્તોએ 7 હજાર કળશ સાથે આ પદયાત્રા યોજી હતી. સોમવારથી શ્રાવણમાસનો પ્રારંભ થઈ રહ્યો છે.

 7 હજાર કળશ સાથે આ પદયાત્રા યોજી

આ પદયાત્રા 55 કીમીની યોજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સતત 10 વર્ષથી આ અમદાવાદમાં આ યાત્રા  વિશ્વ કલ્યાંણ સંસ્થા અમરનાથ અને જયઅંબે કાવડ પદયાત્રા યોજે છે.

ભક્તો પર પુષ્પવર્ષા

કાવડયાત્રા દરમ્યાન કાવડો પર પર ડ્રોનથી 25 કિલો ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. દેવોના દેવ ભગવાન અમરનાથની સામૂહિક 765 દીવાની આરતી કરવામાં આવી હતી. ભગવા વસ્ત્રોમાં શ્રદ્ધાળુઓ ગંગાજળ ભરેલા કળશ સાથે બમ ભોલેના નારા સાથે ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા

આ સમાચાર શેર કરો