મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ધ્વજારોહણની સુવિધા શરૂ, જાણો 5થી 11 મીટરની ધજાનો ભાવ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે. માઈભક્તોને

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં ધ્વજારોહણની સુવિધા શરૂ, જાણો 5થી 11 મીટરની ધજાનો ભાવ

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે.  માઈભક્તોને શિખર પર ચડાવવા માટેની ધજા અંબાજી મંદિરે જ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન સાથેની ધજા મળી રહેશે. જેમાં અલગ અલગ મીટરની ધજા માટે અલગ-અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.

ભક્તોને હવે ધજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી જ મળશે.  સવારે 7:00 વાગેથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજારોહણ કરી શકશે. ભક્તો મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ ગજની ધજા પ્રમાણે ચાર્જ આપશે. તેના બદલામાં ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તેના ફોટોગ્રાફ્સ પણ ભક્તોને આપવામાં આવશે.

દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધજાના ભાવ નક્કી કરાયા

દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5,7,9 અને 11 મીટરની ધજાના ભાવ નક્કી કરાયા છે. જેમાં 2100,2500,3100 અને 5100 ભાવ નકકી કરાયા છે. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે હાલમાં થોડા સમય જે ભક્તો  ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનલ ચાર્જ આપીને ચઢાવી શકશે. 

 4:30 બાદ ધ્વજારોહણ કોઈપણ ભક્ત કરી શક્શે નહીં 

1 ઓગસ્ટથી ધ્વજારોહણના નિયમો બદલાયા છે. આ રકમમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ નીમાયેલા બ્રાહ્મણો ભક્તોને પૂજન અર્ચન કરાવશે. ત્યારબાદ ઢોલ દ્વારા ધ્વજા શિખર ઉપર ભક્ત ચઢાવવા જશે.ભક્તને ફોટોગ્રાફ પણ મોબાઇલ દ્વારા આપવામાં આવશે. ધ્વજારોહણ ભક્તોને ટેમ્પલ ઇસ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે 4:30 બાદ ધ્વજારોહણ કોઈપણ ભક્ત કરી શક્શે નહીં. 

આ સમાચાર શેર કરો