ગાંધીનગર: સાબરમતીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો ડૂબ્યા, ત્રણના મોત
રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા જત

રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા જતા સમયે પાંચ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યું છે. મોત થયા છે. ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ડૂબી જવાનો બનાવ બન્યો છે. તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ગાંધીનગરના સેક્ટર-30 પાસે આ દુર્ઘટના બની હતી.
એક કિશોરી, એક મહિલા અને એક પુરુષનું ડુબી જવાથી મોત
કિશોરી મૂર્તિ વિસર્જન કરતી વખતે નદીમાં વધુ અંદર સુધી જતી રહી હતી, ત્યારે તેને બચાવવા માટે અન્ય ચાર લોકો પણ કૂદ્યા હતા. જેમાં યુવતી સહિત વધુ બેના કરૂણ મોત નીપજ્યા હતા. સાબરમતીમાં એક કિશોરી એક મહિલા અને એક પુરુષનું ડુબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ અને પોલીસ તંત્ર પહોંચ્યું હતું. અન્ય બે શખ્સોની શોધખોળ ચાલી રહી છે.
મૃતકોના નામ
પૂનમ પ્રજાપતિ
અજય વણઝારા
ભારતીબેન પ્રજાપતિ
ફાયર વિભાગની ટીમે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા
ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








