મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પથ્થરમારો કેસ: કોંગ્રેસના પાંચ કાર્યકરોએ કરી જામીનની અરજી, સાબરમતી જેલમાં જ્યુડિશલ કસ્ટડીમાં

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મામલે ધરપકડ કરાયેલા પાંચ કોંગી કાર્યકરોએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી

પથ્થરમારો કેસ: કોંગ્રેસના પાંચ કાર્યકરોએ કરી જામીનની અરજી, સાબરમતી જેલમાં જ્યુડિશલ કસ્ટડીમાં

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારા મામલે ધરપકડ કરાયેલા પાંચ કોંગી કાર્યકરોએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાલ આ તમાં પાંચેય કાર્યકર્તાઓ સાબરમતી જેલમાં છે.

જામીન અરજી પર 10 જુલાઈએ સેશન્સ કોર્ટમાં સુનાવણી 

પથ્થરમારાના કેસમાં ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાની ફરિયાદના આધારે પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.જામીન અરજી પર 10 જુલાઈએ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

શું હતો મામલો

રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવા આવ્યા હતા. કોંગ્રેસ કાર્યાલયમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પહોંચ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ એકત્ર થતા મામલો બિચક્યો હતો. બંન્ને પક્ષે સામસામે પથ્થરમારો થયો હતો.

જેના વીડિયો પણ સામે આવ્યા છે. એટલું જ નહીં કાચની બોટલો પણ ફેંકાઈ હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારો થતા એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે, આ અગાઉ કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી છે. 

આ સમાચાર શેર કરો