મુંદ્રામાં ફીશીંગ કરવા નીકળેલી બોટ મધદરિયે ડૂબી, મરીન પોલીસે 5 માછીમારોને બચાવ્યાં
અવારનવાર માછીમારોની બોટ દરિયામાં ડૂબવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. કચ્છમાંથી પણ એક માછીમારી

અવારનવાર માછીમારોની બોટ દરિયામાં ડૂબવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. કચ્છમાંથી પણ એક માછીમારી કરવા નિકળેલી બોટ મધદરિયે ડૂબી હતી જેમાં 5 માછીમારોને મરીને પોલીસે બચાવ્યા. કચ્છ જિલ્લાના મુંદ્રા દરિયાઇ વિસ્તારમાં વેસ્ટપોર્ટ નજીક "નુરે શકુર" નામની બોટમાં રાત્રીના 12 વાગ્યે બોટમાં ખામી સર્જાઈ હતી જેથી મરીન પોલીસને જાણ કરતાં પોલીસ મદદ માટે પહોંચી હતી.
આ પણ વાંચો : ભાજપ ધારાસભ્યે ખેડૂત બનવા માર્યા હવાતિયા, આગેવાનો દ્વારા કાર્યવાહીની માંગ
મુંદ્રા મરીન પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે તમામ 5 માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. બચાવ બાદ ટ્રોલર બોટ "નુરે શકુર" એ જળ સમાધી લીધી. મુંદ્રા મરીન પોલીસની સરાહનીય કામગીરી કરી હતી જેમાં દિલધડક રેસ્ક્યુ કરીને પાંચ માછીમારોને બચાવી લીધા હતા.




