ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પુરું, 6 નવેમ્બરથી શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થશે
ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પુરું થયું છે, મળતા અહેવાલ પ્રમાણે પ્રથમ સત્રમાં 105 દિવસનું શૈક્ષ

ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પુરું થયું છે, મળતા અહેવાલ પ્રમાણે પ્રથમ સત્રમાં 105 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે આજથી શાળાઓમાં દિવાળી વેકેશન પડ્યું છે. 21 દિવસનું દિવાળી વેકેશન 5 નવેમ્બર સુધી રહેશે. 6 નવેમ્બરથી શાળાઓમાં દ્વિતીય સત્ર શરૂ થશે, તો બીજી તરફ બીજા સત્રમાં 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જે 3જી મે સુધી રહેશે.
16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન
શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેવાનું છે. જેથી આજની તારીખ સુધીમાં રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલથી ગુજરાત બોર્ડના તમામ વિદ્યાર્થીઓ 21 દિવસ વેકેશનની મજા માણી શકશે.




