મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મહેસાણાના ગોઝારિયાની નવીન GIDCમાં આગ, લાકડાનો જથ્થો બળીને ખાખ થતાં લાખોનું નુકસાન

મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે આવેલી નવીન GIDC માં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્

મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે આવેલી નવીન GIDC માં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. લાકડાના જથ્થામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ સમાચાર શેર કરો