મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ધારીમાં ગૌચર સંશોધન કેન્દ્રમાં સૂકા ઘાસમાં આગથી મોટું નુકસાન

સોર્સ: gstv

અમરેલીના ધારી-બગસરા રોડ પર આવેલા ગૌચર સંશોધન કેન્દ્રમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. કેન્દ્રમાં મોટા વિસ્તારમાં સૂકું ઘાસ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે મોટા ભાગનું ઘાસ બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને બગસરા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. ધારી નગરપાલિકા પાસે ફાયર ફાઇટર ઉપલબ્ધ ન હોવાથી બગસરાથી મદદ મંગાવવામાં આવી હતી. કેન્દ્રના કર્મચારીના જણાવ્યા મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અન્ય નુકસાન થયું નથી.

આ સમાચાર શેર કરો