Video: સુરતમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના સંદેશ સાથે પદયાત્રાનું આયોજન

સુરતમાં ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ના સંદેશ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણના પ્રાઇમ માર્કેટથી શરૂ થયેલી આ પદયાત્રા પ્રેસિડેન્સી સર્કલ થઈ ભૂલકાભવન સુધી યોજાઈ હતી. યાત્રામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના જણાવ્યા અનુસાર, આ અભિયાનની પ્રથમ પદયાત્રા સુરતથી શરૂ થઈ છે અને આગામી સમયમાં વિવિધ રાજ્યો તથા જિલ્લાઓમાં પણ આવી રેલીઓ યોજાશે.








