મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણના ડીપ ફેક વિડીયો મામલે અમદાવાદમાં નોંધાઈ ફરિયાદ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણના ડીપ ફેક વિડીયો મામલે અમદાવાદમાં ફરિયાદ

મોટા સમાચાર / કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણના ડીપ ફેક વિડીયો મામલે અમદાવાદમાં નોંધાઈ ફરિયાદ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણના ડીપ ફેક વિડીયો મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામણની સ્પીચનો આધાર લઈને ડીપ ફેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ  ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યાં બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ  ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.


https://twitter.com/tuvter/status/1810338493475803307

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણનો આ ડીપ ફેક વિડીયો ગઈકાલે 8 જુલાઈના રોજ આ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે, જેમાં નાણામંત્રી કહી રહ્યા છે કે સરકારને જીએસટીથી કેટલી આવક થઇ છે એ ન પૂછો. 


આ સમાચાર શેર કરો