વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર ફિલ્મી સ્ટાઈલમાં અકસ્માત, ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર પુલ વચ્ચે લટક્યું
વલસાડના પારડી નજીક નેશનલ હાઈ વે પર ફિલ્મી સ્ટાઈલમાં અકસ્માત સર્જાયો હતો. ચાલકે કન્ટેનરના સ્ટીયરીંગ પર

વલસાડના પારડી નજીક નેશનલ હાઈ વે પર ફિલ્મી સ્ટાઈલમાં અકસ્માત સર્જાયો હતો. ચાલકે કન્ટેનરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કન્ટેનર રોડ વચ્ચે આવેલા ડિવાઈડરને કુદાવીને પુલ નીચે પટકાતાં પટકાતાં સહેજ વારમાં રહી ગયું હતું. અકસ્માતમાં ચાલક અંદર ફસાઈ જતાં ભારે જહેમત બાદ બહાર કઢાયો હતો.
કાચ તોડી ડ્રાઈવરને બહાર કઢાયો
વલસાડના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોહિત ખાડીના પુલ પર ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર પુલ અગાઉ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ઉપર ચડી ગયું હતું. સુરત તરફથી કન્ટેનર ઉમરગામ આવી રહ્યું હતું. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર કેબિન પુલના બન્ને બાજુ ફિક્સ થઈ જતાં કાચ તોડીને ડ્રાઈવરને બહાર કાઢવાની ફરજ પડી હતી.
ક્રેઈર્નની મદદ લેવાઈ
ફિલ્મી સ્ટાઈલના દ્રશ્યો મુજબ પુલ વચ્ચે જ લટકી જતા કન્ટેનર નીચે ખાબકતા માંડ માંડ બચ્યું હતું. કન્ટેનર ચાલકને ભારે જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની સર્જાઈ નથી. હાલ કન્ટેનરને હટાવવા માટે ક્રેઈર્નની મદદ લેવામાં આવી રહી છે.






