મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: મેઘાણીનગરમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી મારામારી, જેલમાંથી છૂટીને આવેલા મિત્રને સુધરવા કરી હતી ટકોર

મેઘાણીનગર વિસ્તારમાં પોલીસનો ડર ના હોય તેમ જાહેર રોડ પર મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા. જેલમાં

અમદાવાદ: મેઘાણીનગરમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી મારામારી, જેલમાંથી છૂટીને આવેલા મિત્રને સુધરવા કરી હતી ટકોર

મેઘાણીનગર વિસ્તારમાં પોલીસનો ડર ના હોય તેમ જાહેર રોડ પર મારામારીના દૃશ્યો જોવા મળ્યા હતા. જેલમાંથી છૂટીને આવેલા યુવકે મિત્ર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ પછી સામે પક્ષે પણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં બંને પક્ષે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સુકિત બારોટ, ભાવેશ બારોટ અને પાર્થ સોલંકી ત્રણેય મિત્રો ચાલતા-ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે પાર્થે જેલમાંથી છૂટીને આવેલા સુકિતને સુધરી જવા કહ્યું હતું. જે બાદ સુકિત ઉશ્કેરાઈ ગયો હતો અને પાર્થને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જોકે, પાર્થે અપશબ્દો બોલવાની ના પાડતા મામલો વધુ બિચકયો હતો. સુકિતે તેની પાસે રહેલો અસ્ત્રો કાઢીને પાર્થને માર્યો હતો. 

પોલીસે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

આ દરમિયાન સુકિતનો પિતરાઈ ભાઈ ભાવેશ પણ મારવા લાગ્યો હતો. જોકે, પાર્થે પણ ભાવેશને છાતીના ભાગે એક ઘા માર્યો હતો. સુકિતે પાર્થને પીઠના ભાગે બીજો ઘા મારતા પાર્થ લોહીલુહાણ થઈ ગયો હતો.  જેનો વીડિયો પણ સામે આવ્યો છે.  જોકે, હાલ પોલીસે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો