મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલય ખાતે બે જૂથ વચ્ચે મારામારી, એક કાર્યકર ઘાયલ

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો દરમિયાન જિલ્લા કોંગ્રેસ ક

સાબરકાંઠા : હિંમતનગરમાં કોંગ્રેસના જિલ્લા કાર્યાલય ખાતે બે જૂથ વચ્ચે મારામારી, એક કાર્યકર ઘાયલ

Sabarkantha News:  સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો દરમિયાન જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની છે. જિલ્લા કક્ષાના કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે મારામારી થઇ છે જેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેશ પટેલ અને તેના ગ્રુપે હાલના જિલ્લા પ્રમુખ અશોક નાથા પટેલ અને તેના સમર્થકો પર હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણ હોદ્દેદારોએ પૂર્વ શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ સહિત કાર્યકરો પર હુમલો કર્યો છે. કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદને કારણે છેલ્લા કેટલાક સમયથી માથાકૂ ચાલતી હતી, જે આજે મારામારીમાં પરિણમી છે. મારામારીની આ ઘટનામાં એક કાર્યકરને વધુ ઇજા થતા તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યો છે. 

આ સમગ્ર મામલે અશોક નાથા પટેલ ફરિયાદ નોંધાવવા બી ડિવિઝન પોલીસ મથક પહોંચ્યા છે. પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમો દરમિયાન તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા માથાકૂટ થતા હિંમતનગર શહેર સહિત સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયુ છે. 

આ સમાચાર શેર કરો