મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : એક વર્ષ પછી પણ તાજો છે તે ડર: પ્લેન ક્રેશના સાક્ષીઓની વ્યથા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ મેસમાં કામ કરતી મહિલાઓ કહે છે

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ મેસમાં કામ કરતી મહિલાઓ કહે છે કે સમય તો પસાર થઈ ગયો, પરંતુ તે દિવસની યાદો હજુ પણ તાજી છે. પ્લેન ક્રેશની તે ભયાનક ઘટના આજે પણ તેમની આંખોમાં આંસુ અને હૃદયમાં ડર જગાવી દે છે. પોતાના સાથીદારોને આંખો સામે ગુમાવ્યાનું દુઃખ, આગની જ્વાળાઓ અને ચારે તરફ સંભળાતી ચીસો આજે પણ તેમને રાતે ઊંઘવા દેતી નથી.

વિમાન દુર્ઘટનાએ પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 260 લોકોના મોત થયા...અનેક પરિવારોના દીવા બુઝાવી દીધા હતા.ત્યારે મેસમાં સાથે કામ કરતા બે કર્મચારીઓ હવે આ દુનિયામાં નથી, જ્યારે કેટલાક ડોક્ટરો જમતા જમતા મોતને ભેટ્યા હતા.જોકે તેમના હસતા ચહેરા યાદ આવતા આજે પણ સાથી મિત્રોની આંખો ભીની થઈ જાય છે પરંતુ આ મહિલાઓને દુઃખ એ વાતનું છે કે દાઝી જવા છતાં અને માનસિક આઘાત સહન કરવા છતાં તેમને હજુ સુધી કોઈ યોગ્ય સહાય મળી નથી.

આ સમાચાર શેર કરો