ગુજરાત કોંગ્રેસમાં મોટા બદલાવના સંકેત, પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું 'પક્ષના લોકો પક્ષને કોરી ખાવાનું...'
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ગત 7 અને 8 માર્ચના રોજ ક

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. ગત 7 અને 8 માર્ચના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા હતા જ્યાં તેમણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. એવામાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે આવ્યા છે જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા અંગે નિવેદન આપ્યું છે.
આગામી 8 અને 9 એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ અધિવેશનનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે. જેને પગલે સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ અમદાવાદ આવેલા હતા. આ મુદ્દે ગુજરાતના નેતાઓ સાથે તૈયારીને લઈને ચર્ચા થશે. ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસની રાહુલ ગાંધી સાથે ચર્ચા અંગે વિચારણા હતી જેથી રાહુલ ગાંધી બે દિવસ તમામ લોકો સાથે ચર્ચા કરી હતી. સંગઠનને મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ આપેલા સંદેશને અમે ગંભીરતાથી પાલન કરીશું.
આ સાથે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપના લોકો કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની આ પ્રકારની રણનીતિ પહેલા પણ અનેક સ્થળો પર રહી ચૂકી છે. આ સાથે કોંગ્રેસમાં પણ કેટલાક પક્ષના લોકો પક્ષને કોરી ખાવાનું કામ કરી રહ્યા છે તે અંગે પણ ચર્ચા થશે. કોંગ્રેસમાંથી મેન્ડેટ મેળવ્યા બાદ પણ ભાજપ કોંગ્રેસ તોડવાનો પ્રયાસ કરે છે. ગુજરાતમાં શું કરવું અને કેવી રીતે કરવું તે પણ સ્પષ્ટ છે. 2027માં કોંગ્રેસ સરકાર આવે તે માટે અમે તૈયારી કરી લીધી છે.






