નવસારી: TRB જવાને પોતાના જ પુત્રને પતાવી દીધો, હત્યા બાદ લાશને ટ્રાફિક ભવનના બાથરૂમમાં સંતાડી
નવસારી શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા TRB જવાને પોતાના જ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ

નવસારી શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા TRB જવાને પોતાના જ પુત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.
હત્યા કરીને પિતા ફરાર
પ્રાપ્ત માહિતી પ્રમાણે નવસારી શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા સંજય બારૈયાએ પોતાના 8થી 10 વર્ષના પુત્રને જ પતાવી દીધો છે. એટલું જ નહીં હત્યા કર્યા બાદ લાશને ટ્રાફિક ભવનના બાથરૂમમાં સંતાડી દીધી હતી. હત્યા કરીને પિતા ફરાર થઈ ગયો હતો.
હત્યાનું કારણ અકબંધ
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વંશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળતી તપાસ હાથ ધરી છે. જોકે, હત્યા કયા કારણોસર કરી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી.








