MORBI : હળવદના રણમલપુર પાસે બાઈક સાથે કેનાલમાં પડી જતા પિતા-પુત્રના મોત
Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર પાસે કેનાલમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા પ

Morbi News : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર પાસે કેનાલમાં નર્મદા કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રના મોત નિપજ્યા છે. આ બંને પિતા-પુત્ર બાઈક પર સવાર થઈને જઈ રહ્યાં હતા, એ દરમિયાન કેનાલ પાસે કાબુ ગુમાવતા બાઈક સાથે કેનાલમાં જઈને પડ્યાં હતા.
મૃતકોની વિગત
- ધીરુભાઈ હરજીભાઈ ભોરણીયા - 55 વર્ષ, રણમલપુર ગામ
- વિશાલ ધીરુભાઈ ભોરણીયા - 22 વર્ષ, રણમલપુર ગામ
બાઈક સાથે બન્ને પિતા-પુત્ર કેનાલમાં પડી ગયા
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના રણમલપુર ગામના ધીરુભાઈ ભોરણીયા અને તેમનો પુત્ર વિશાલ ધીરુભાઈ ભોરણીયા આજે રણમલપુરની બાજુમાં આવેલા એંજાર ગામે હલર લેવા માટે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રણમલપુર-એંજાર વચ્ચે પસાર થતી માળિયા બ્રાંચની નર્મદાની કેનાલ પાસેથી પસાર થતી વખતે કાબુ ગુમાવતા બાઈક સાથે બન્ને પિતા-પુત્ર કેનાલમાં ખાબક્યા હતા.
આ ઘટના અંગે હળવદ ફાયરની ટીમ અને ટીકરના તરવૈયાની ટીમને કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને તરવૈયાની ટીમે આવીને સૌપ્રથમ બાઈક શોધી કાઢ્યું હતું અને ત્યારબાદ બપોરે 12-30 વાગ્યાની આસપાસ પિતા-પુત્રના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યાં હતા. પોલીસે બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.






