Vadodara news: પિતા-પુત્રને જીવતા સળગાવવાનો આરોપ, મહિલા સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરતાં કરાયો જીવલેણ હુમલો
આણંદના અંબાવ ગામમાં મહિલા સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ભરત પઢિયાર અને તેમના પુત્રને જીવતા સળગા

આણંદના અંબાવ ગામમાં મહિલા સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ભરત પઢિયાર અને તેમના પુત્રને જીવતા સળગાવ્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. ભરત પઢિયારે ગામમાં પાણી અને રસ્તાના કામોમાં થયેલી ગેરરીતિ અંગે મહિલા સરપંચ કોકિલાબેન પઢિયાર અને દિનેશ પઢિયાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, જેની અદાવત રાખી આ જીવલેણ હુમલો કરાયો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર ભરત પઢિયારનો સળગતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે. ગંભીર રીતે દાઝી ગયેલા પિતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે ભરત પઢિયાર અને તેમનો પુત્ર સળગ્યો કે સળગાવાયો તે તપાસનો વિષય છે.




