સાબરકાંઠા: તલોદમાં સગા પિતા અને સગીર ભાઈએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
સાબરકાંઠામાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં તલોદમાં સગા પિતા, પિતરાઈ ભાઈ

સાબરકાંઠામાં પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં તલોદમાં સગા પિતા, પિતરાઈ ભાઈ અને અન્ય એક ઈસમે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે પિતા અને સગીર પુત્રને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગા પિતાએ સગીર દીકરી પર નજર બગાડી
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સગા પિતાએ સગીર દીકરી પર નજર બગાડી હતી. નરાધમ પિતાએ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં સગીરાના પિતરાઈ ભાઈ અને અન્ય એક શખ્સે પણ કુકર્મ આચર્યું હતું.
પોલીસે બળાત્કારી પિતા અને ભાઈની ધરપકડ કરી
સગીરા સગર્ભા થતા કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે સગર્ભા સગીરાની માતાએ તલોદ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે બળાત્કારી પિતા અને ભાઈની ધરપકડ કરી લીધી છે.








