મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં બે જુથ વચ્ચેના ડખ્ખામાં પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો, સ્પીડ બ્રેકર મામલે થઈ હતી બલાલ

કચ્છમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્પીડ બ્રેકરના ડખ્ખામાં પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો

કચ્છમાં બે જુથ વચ્ચેના ડખ્ખામાં પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો, સ્પીડ બ્રેકર મામલે થઈ હતી બલાલ

કચ્છમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સ્પીડ બ્રેકરના ડખ્ખામાં પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલે કુલ 92 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભચાઉ તાલુકાના લુણવા ખાતે બે પક્ષો વચ્ચે સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. બે જુથ વચ્ચેના ડખ્ખામાં PSI સહિતના પોલીસ કર્મીઓ પર હત્યાના ઇરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

બે જુથો વચ્ચેની અથડામણમાં આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા ત્યારે પોલીસ વચ્ચે પડતાં ટોળું તુટી પડયું હતું. ફરિયાદ કેમ લીધી તેમ કહીને બે જણાએ PSIને પકડી રાખ્યા અને ત્રીજાએ હત્યાના ઈરાદે માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. જેમાં બે મહિલા સહિત પાંચ પોલીસકર્મીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારવામાં આવ્યો હતો. તેમજ પોલીસની સરકારી ગાડીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્પીડ બ્રેકર બનાવવા બાબતે બે પક્ષ વચ્ચે આ સમગ્ર ઘટનાએ સ્વરુપ લીધું હતું જેમાં ભચાઉ પોલીસ મથકે 22 વિરુદ્ધ નામજોગ અને 70 અજાણ્યા સ્ત્રી-પુરૂષોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચાર શેર કરો