ચોટીલા: ખેડૂતોને વીજકંપનીએ ખોટા બીલો પધરાવ્યા, લાખો રૂપિયાના બીલો ફટકારતા મચ્યો હોબાળો
સુરેન્દ્રનગરના ચોટીલામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેડૂતોને ખોટા વીજબીલ ફટકારવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલા

સુરેન્દ્રનગરના ચોટીલામાં પીજીવીસીએલ વિભાગ દ્વારા ખેડૂતોને ખોટા વીજબીલ ફટકારવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતો વિજવિભાગની ઓફિસે પહોંચ્યા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે જે ગામોમાં પીવા માટે પાણી નથી, એવા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોવાનું દર્શાવી ચેકીંગ વગર લાઈટબિલો આપવામાં આવ્યા છે.
5 વિઘા જમીન અને વિજબીલ 86 હજાર
જે ગામમાં પાણી જ નથી તે રાજપરા ગામના એક ખેડૂતને માત્ર 5 વિઘા જમીન અને વિજબીલ 86 હજાર આપવામાં આવ્યું. અન્ય ખેડૂતોને પણ 1 લાખ સુધીના વિજબીલ આપવામાં આવ્યા છે.
AC ચેમ્બરમાં બેસીને બીલો બનાવ્યાનો આક્ષેપ
વીજળી વિભાગના કર્મચારીઓ AC ઓફિસમાં બેસી બિલો બનાવી નાખ્યાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા છે. તો બીજી તરફ તાત્કાલિક યોગ્ય તપાસ કરી બિલો બનાવા અંગે ખેડૂતોની માંગ કરવામાં આવી છે.






