મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદથી ઓગણજ સુધી ખેડૂતોની ટ્રેકટર રેલી

અમદાવાદના શાંતિપુરા સર્કલથી ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય ટ્રેક્ટર રેલીમાં

અમદાવાદના શાંતિપુરા સર્કલથી ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ભવ્ય ટ્રેક્ટર રેલીમાં  મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. વહીવટીતંત્રે સુરક્ષાના કારણોસર આ રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી ન આપતા તેને ઓગણજ ખાતેના શતાબ્દી મહોત્સવ મેદાન સુધી મર્યાદિત રાખવામાં આવી છે. હાલ આ વિશાળ ટ્રેક્ટર કાફલો ઓગણજ ચોકડીએ પહોંચ્યો છે, જ્યાં ખેડૂત આગેવાનો દ્વારા આગળની રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે. ખેડૂતોનો આ આક્રોશ વૈષ્ણવદેવી સર્કલ પાસે યોજાનારી સભામાં વધુ સ્પષ્ટપણે જોવા મળશે, જ્યાંથી સરકારને જબરદસ્ત સંદેશ આપવામાં આવશે. મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતોની આ કૂચને કારણે માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો